Friday, 23 June 2017

જિંદગી ની હાર


એ રડતી રહી ને હું આંસુઓ ના ઓડકાર બનાવી હસતો રહ્યો 
ઘણું બધું સમજાવી રહી તી ઇસારો મા ને હું નાદાન બની  જોતો રહ્યો ,

જીત ની બાજી આમ તો હતી મારા હાથ મા ,
દિલ ની ઢાલ ને પડખે મૂકી ને ચુપચાપ હારતો રહ્યો ,

દોસ્તો પ્રેમ ની કોઈ સીમા કે સરહદ હોતી નથી,
રંગ મા  રક્ત ભેળવી ને  પ્રેમ ની એ રેખા ને દોરતો રહ્યો ,

 સ્વપ્ના  જોઈને , એ  જિંદગી નો મહેલ સજાવતી હતી, 
હું બેદર્દ બની એ મહેલ ની દિવારો ને તોડતો રહ્યો ,


હતી એ અંજાન "માહી " ની મજબૂરીઓ  થી ,
અને  હું એ પડદા પાછળ છુપાઈ ને રડતો રહ્યો ,


Written by: MAHESH PALADIYA('mahi')
                     (9.3.2016 "Lost my Life")  





No comments:

Post a Comment