રંગ લઇ આપના મુખ નો ,ચાંદની મારે ચીતરવી છે,
ઘેરો ભરી બાહો નો ,અપ્સરા મારે કંડારવી છે.
હા છુ હુ સોદાગર, આપના સ્વપ્નો નો,
ચૂકવી કીમત એની ,દુનિયા મારે ખરીદવી છે.
કેવી હશે?, એ અસહ્ય વિરહ ની વેદના ,
ડુબકી લગાવી દિલ મા,ગહેરાઈ મારે માપવી છે.
ધૂંધળી લાગે છે, એ મિલન ની વાતો,
લઇ કલમ વિધાતાની,લેખ ની વાતો મારે જુઠલાવી છે.
ઘવાય છે ક્યાંક દિલ , મજબુરી ની આડ મા,
છોડી લજ્જા લાગણીયો ની, જિંદગીની રીત મારે બદલવી છે.
Written By: મહેશ પાલડીયા (માહી)
( 13.3.2017 )
No comments:
Post a Comment