Thursday, 16 March 2017

પરાયા હોય એવુ કેમ લાગે છે




હતા તમે અમારા  પણ આજે પરાયા હોય એવુ કેમ લાગે છે? 
હતા સહભાગી આંસુઓ ના  આજે એકલા રડતા હોય એવુ કેમ લાગે છે ?,

જીવતા હતા તમે પ્રેમ ના ઘૂંટડે અમારા ,
આજે એમાં  ઝેર ભેળવતા હોય એવુ કેમ લાગે છે ?,

હરપલ તરસતા ચહેરો જોવા અમારો ,
આજે આવો છો સામે  તો રસ્તો બદલતા  હોય એવુ કેમ લાગે છે ?,

માનવી લઉં  છુ દિલ ને , કે આ બધો  ભ્રમ છે અમારો ,
તો આજે જોઈ અમને  ચહેરો ઢાંકતા હોય એવુ કેમ લાગે છે ?,

થાય છે કે ચાલ પૂછી લઉ વેદના એમની ,
પણ નામ વાંચી  "માહી " નુ , પાનું પલટતા  હોય એવુ કેમ લાગે છે ?,



Written by :MAHESH PALADIYA (''mahi)
                    (14.1.2017 )







No comments:

Post a Comment