Thursday, 16 February 2017

દિલ ની વેદના













વીતેલી જિંદગી ના જખ્મો, તાજા કરવા માંગુ છુ .
દર્દ બની ઘૂંટેલા ,આંસુઓ ની ધારા કરવા  માંગુ છુ .

માંગી એક બુંદ ખુશી , અમે સાગર છલકાવી બેઠા
એમાં નિચોવેલા અરમાનો ની, આજે વ્યથા કરવા માંગુ છુ.

ના સમજ નાજુક દિલ, થામી દીધું એમના હાથ મા 
કાગળ સમજી દોરેલા ચિત્રામણો ને , આજે ઘાટા કરવા માંગુ છુ.

 પરાયા લોકો થી, એમ  ક્યાં બદનામ થવાય છે 
પોતાનાઓએ કરેલી બરબાદી ની આજે ગાથા કરવા માંગુ છુ.

વિરહ ની વેદના વંટોળ ની  જેમ  સમાતી નથી ,
આગ સમી આ વેદના ને, આજે દિલ થી ફના કરવા માંગુ છુ .


Written By : Mahesh  Paladiya ("MAHI ") 
                         (2015)


No comments:

Post a Comment