Wednesday, 15 February 2017

ઝંખે છે આ દિલ

  


તમારા એ હસતા ખીલતા ચહેરા ને જોવા ઝંખે છે આ દિલ ,
તમારા કરેલા આંખો ના ઈશારા ને જવાબ આપવા ઝંખે છે આ દિલ,

પલ મા પોતાના અને પલભર મા પરાયા બનાવી દીધા ,
આજ પણ તમને પોતાના બનાવા ઝંખે છે આ દિલ ,

અંજન હતા એ તમારી દિલ સપર્શી લાગણીઓ થી ,
આજ પણ એ લાગણી ઓ  સપર્શવા  ઝંખે છે આ દિલ ,

હજારો માં "માહી " ને શોધી કાઢતી હતી એ નજર તમારી ,
આજ પણ એ નજર નો શિકાર થવા ઝંખે છે આ દિલ ,

અફસોસ એ નથી કે તમે અમને છોડી ને ચાલ્યા ગયા ,
પણ શુ હતી ભૂલ અમારી ? કારણ જાણવા ઝંખે છે આ દિલ ,


Written By :Mahesh Paladiya ("MAHI ") 
                    (12.12.2014)

No comments:

Post a Comment