Friday, 5 February 2016

જિંદગી નું રહસ્ય










રજળતા રણ માં જિંદગી નું રહસ્ય શોધું છુ,
દિલ ની ધડકન માં ખામોશી નું રહસ્ય શોધું છુ ,

નહોતા થયા દિલ ના સમજોતા અને પોતાના
બનાવી દીધા ,
આજે કેમ પરાયા બનાયા ?  તેનુ રહસ્ય શોધું છુ .

જોયા તા મીઠી નજર થી એમણે, અને એ  નજર ના દીવાના બનાવી દીધા ,
આજે  અમને જોયી ને નજર ફેરવે છે, તેનુ રહસ્ય શોધું છુ.


જાણી મારી ગુજરી ઝીંદગી નુ રાજ ,અને હાથ માં હાથ થામી દીધો ,
એ તમે બતાવેલી ,જૂઠી હમદર્દી નુ રહસ્ય શોધું છુ .

રહસ્ય મય "માહી" ની જિંદગી ને ઓર રહસ્ય મય બનાવી દીધી ,
એ  રમેલી ,રાની-બાદશાહ  ની રમત નુ રહસ્ય શોધું છુ.

Written by: Mahesh Paldiya ('MAHI' ) 
                      (16.12.2014)

No comments:

Post a Comment