Friday, 23 June 2017

જિંદગી ની હાર


એ રડતી રહી ને હું આંસુઓ ના ઓડકાર બનાવી હસતો રહ્યો 
ઘણું બધું સમજાવી રહી તી ઇસારો મા ને હું નાદાન બની  જોતો રહ્યો ,

જીત ની બાજી આમ તો હતી મારા હાથ મા ,
દિલ ની ઢાલ ને પડખે મૂકી ને ચુપચાપ હારતો રહ્યો ,

દોસ્તો પ્રેમ ની કોઈ સીમા કે સરહદ હોતી નથી,
રંગ મા  રક્ત ભેળવી ને  પ્રેમ ની એ રેખા ને દોરતો રહ્યો ,

 સ્વપ્ના  જોઈને , એ  જિંદગી નો મહેલ સજાવતી હતી, 
હું બેદર્દ બની એ મહેલ ની દિવારો ને તોડતો રહ્યો ,


હતી એ અંજાન "માહી " ની મજબૂરીઓ  થી ,
અને  હું એ પડદા પાછળ છુપાઈ ને રડતો રહ્યો ,


Written by: MAHESH PALADIYA('mahi')
                     (9.3.2016 "Lost my Life")  





Thursday, 8 June 2017

જિંદગીની રીત મારે બદલવી છે.




રંગ લઇ આપના મુખ નો ,ચાંદની મારે ચીતરવી છે,
ઘેરો ભરી બાહો નો ,અપ્સરા મારે કંડારવી છે.

હા છુ હુ સોદાગર, આપના સ્વપ્નો નો,
ચૂકવી કીમત એની ,દુનિયા મારે ખરીદવી છે.

કેવી હશે?, એ અસહ્ય વિરહ ની વેદના ,
ડુબકી લગાવી દિલ મા,ગહેરાઈ મારે માપવી છે.

ધૂંધળી લાગે છે, એ મિલન  ની વાતો,
લઇ કલમ  વિધાતાની,લેખ  ની વાતો મારે જુઠલાવી છે.

ઘવાય છે ક્યાંક દિલ , મજબુરી ની  આડ મા,
છોડી લજ્જા લાગણીયો ની, જિંદગીની રીત મારે બદલવી છે.


Written By: મહેશ પાલડીયા (માહી)
                      ( 13.3.2017 )