ચાલ ને ફરી એક વાર , પેટ ભરી ને હસી લઇએ .
તું પણ ગુનેગાર છે તો, હું પણ ક્યાં સરિફ છુ
ચાલ ને છોડી દઈએ , જૂની જિદ્દ ભરી વાતો.
કોના દિલમાં કોણ ક્યાં છે ?કોણ હવે જાણે છે,
ચાલ ને આ દિલ ની લાગણીઓ દબાવીને ,જીવી લઈએ
કદાચ કાલે હું નહિ રહું ને તું મારા માટે રડીશ,
તો ચાલ ને આજે જ, બને ની ગેરહાજરી માટે રડી લઇએ
તું ખુશ હોઈશ તારી જિંદગી માં ,તો હું પણ દિલ ને મનાવી લઈશ
ચાલ ને બધું ભૂલી ,દોસ્ત બની જિંદગી જીવી લઈએ.
Written by :Mahesh paladiya (M@hi)
(06/09/2022)